દિલ્હી
બંગાળની ખાડી અને દક્ષિણ દ્વીપકલ્પના ભારત ઉપર ટ્રોપોસ્ફિયરના નીચલા સ્તરે ઉત્તર-પૂર્વીય પવનો સાથે ઉત્તર-પૂર્વ માં ચોમાસાનો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન ખાતાએ કરી હતી.તા 29 ઓક્ટોબરથી દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તા. 29-30 ઓક્ટોબરના રોજ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં વરસાદની શક્યતા છે જ્યારે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, યાનમ, રાયલસીમા અને કેરળમાં પણ આગાહી છે.
IMDના અહેવાલ મુજબ બંગાળની ખાડી અને દક્ષિણ દ્વીપકલ્પના ભારત ઉપર ટ્રોપોસ્ફિયરના નીચલા સ્તરે ઉત્તર-પૂર્વીય પવનો સાથે ઉત્તરપૂર્વ ચોમાસાનો વરસાદ થઈ શકે છે. આગાહીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ મધ્ય અને નજીકના દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ટ્રોપોસ્ફિયરના નીચલા સ્તરોમાં હાલમાં ચક્રવાતનુ પરિભ્રમણ ચાલુ છે. જેથી દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.જ્યારે ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદની શક્યતાઓ છે