Home Bharuch દેશમાં હવે કોઈ ઔરંગઝેબ પેદા નહિ થાય : પ્રવિણ તોગડીયા…

દેશમાં હવે કોઈ ઔરંગઝેબ પેદા નહિ થાય : પ્રવિણ તોગડીયા…

0

Published By : Patel Shital

  • ભરૂચની મુલાકાતે આવેલા AHP અધ્યક્ષે ગેંગસ્ટર અતિકની હત્યા અને 2024 ચૂંટણી વિશે શું કહ્યું જાણો…
  • અતિકની હત્યામાં ઉત્તરપ્રદેશ સરકાર જ તપાસ કરીને કહેશે શું થયું… ?
  • દર શનિવારે દેશમાં હનુમાન ચાલીસા, ગરીબોને અનાજ વિતરણ, આરોગ્ય તપાસ અને મહિલાઓને તાલીમ…

દેશમાં હવે ક્યાંય કોઈ ગામ કે ગલીમાં ઔરંગઝેબ પેદા થવા નહિ દઈએ તેમ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ ભરૂચની મુલાકાત દરમિયાન કહ્યું હતું.

ભરૂચની મુલાકાતે અને કાર્યકરોને મળવા આજે સોમવારે AHP ના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા આવી પહોંચ્યા હતા. તેઓએ કાર્યકરો સાથે વિવિધ સ્થળોએ મુલાકાત કરી બેઠક યોજી હતી.

મિડિયા સમક્ષ તેમણે કહ્યું હતું કે ગેંગસ્ટર અતિકની હત્યા અંગે ઉત્તરપ્રદેશ સરકાર જ તપાસ કરીને કહેશે કે શું થયું. પણ એટલું કહીશ કે હવે કોઈ ગામ કે શહેરની ગલીમાં હિંદુ અસલામત નહિ હોય.

ક્યાંય પણ ગામ કે ગલીમાં ઔરંગઝેબ પેદા થવા દઈએ નહિ. દેશમાં હવે ઔરંગઝેબનું કોઈ સ્થાન નહિ હોય. 2024 ની લોકસભાની ચૂંટણીમાં હિંદુ જ જીતશે અને હિંદુ જે ઈચ્છશે તે જ રાજ કરશે. બાકી બધા ઘરે બેસશે.

AHP દેશમાં દરેક શહેર અને ગામમાં દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા છે. જેમાં ગરીબોને અનાજ, આરોગ્ય સારવાર, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ અને બાળકોની બુદ્ધિમત્તા વિકસાવવાની કામગીરી થઈ રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version