મુંબઈ : દેશમાં મહિલાઓ હવે પુરુષ સમોવડી નહીં પરંતુ પુરુષો કરતાં ચઢિયાતી થઈ ગઈ છે કારણ કે વિવિધ ક્ષેત્રમાં બોસ બનનાર મહિલાઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો છે. દેશમાં છેલ્લા 5 વર્ષમાં મહિલા બોસ બની હોય તેવા કિસ્સાઓ બમણા કરતાં વધુ થઈ ગયા છે
દેશમાં સ્ત્રી સશક્તિકરણ હવે જણાઇ રહ્યું છે. વર્ષ 2017થી વર્ષ 2022 દરમિયાનના પાંચ વર્ષ દરમિયાન દેશમાં બોસ બનનારી મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. આંકડાકીય માહિતી જોતાં વર્ષ 2017માં વિવિઘ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી મહિલાઓ 17% હતી. જે વર્ષ 2022માં 38% થઈ ગઈ હતી. આમ બૉસની ખુરશી સુઘી પહોંચનારી મહિલાઓની સંખ્યા છેલ્લાં 5 વર્ષમાં બમણા કરતાં વધુ થઈ ગઇ હતી. જો કે આ સફળતા પ્રાપ્ત કરવા માટે મહિલાઓએ સખત પરિશ્રમ કર્યો હોવાનુ પણ જણાયું છે