Sunday, September 14, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateદેશ અને ગુજરાતનુ ગૌરવ…. દેશમાં અત્યાર સુધીનાં સૌથી ઊંડા જહાજ MSC વોશિંગ્ટનને...

દેશ અને ગુજરાતનુ ગૌરવ…. દેશમાં અત્યાર સુધીનાં સૌથી ઊંડા જહાજ MSC વોશિંગ્ટનને મુંદરા પોર્ટે લાંગરાયું…

Published by : Anu Shukla

દેશ અને ગુજરાતને ગૌરવ અપાવતી ઍક ધટના બની હતી. જેમા સૌથી ઉંડુ જહાજ મુદરા બંદરે લાંગરવામાં આવ્યું હતું…

એક મહત્વની ધટના બની જ્યારે ભારતીય પોર્ટ્સની દુનિયામાં ૧૨મી ફેબ્રુઆરી ૨૩ના રોજ મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે એમએસસી વોશિંગ્ટનને બાર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી, આ સિદ્ધિએ મુંદ્રાને અત્યાધુનિક અને સર્વાધિક વિકસિત ભારતીય બંદર તરીકે વધુ મજબૂત બનાવ્યું છે. સૌથી ઊંડા કન્ટેનર જહાજ એમએસસી વોશિંગ્ટનને લાંગરવામાં ખુબ જ તકેદારી રાખવામાં આવી હતી. જહાજના કેપ્ટન સાથે સતત સંપર્કમાં રહેતી પોર્ટની મરીન ટીમે આ કામ સુમેરે પાર પાડયું હતું. ૧.૯ એમટી વજન ધરાવતા જહાંજને સરળતાથી લાંગરતા પહેલા માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું હતું. તેમજ ઓપરેશનમાં કોઈપણ જાતની ભૂલચૂક ન થાય તે માટે પણ ટીમને ખડેપગે રાખવામાં આવી હતી. કેપ્ટન સચીન શ્રીવાસ્તવના વડપણ હેઠળ સમગ્ર ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડયું હતું. આ અંગે કેપ્ટન જણાવે છે કે મુંદ્રા પોર્ટ પર બાર્થ કરનારું એમએસસી વોશિંગ્ટન ભારતીય બંદરોમાં પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ છે. મરીન ટીમે જહાજને તમામ જટિલ સંજોગો અને હવામાનને ધ્યાનમાં રાખીને સુરક્ષિત બાર્થ કરાવવા જરૃરી ક્લિયરન્સની કામગીરી કરી હતી. અદાણી પોર્ટ મુન્દ્રા આવા ભારેખમ જહાજોને સરળતાથી અને સુરક્ષિત રીતે સમાવી શકે છે. અદાણી પોર્ટ માટે આ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. એમએસસી વોશિંગ્ટન એલએનજી ડયુઅલ-ફ્યુઅલ 14K TE અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ છે, જે સી-એલએનજી સોલ્યુશન્સ દ્વારા એલએનજી ફ્યુઅલ ગેસ સપ્લાય સિસ્ટમમાથી સુસજ્જ છે. ગત વર્ષે સૌથી વિશાળ જહાજોમાંનાં એક અને ૧૭,૨૯૨ કન્ટેનર્સની ક્ષમતા ધરાવતા એપીએલ રેફલ્સને લાંગરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટ વિવિધ કાર્ગો અને કોમોડિટીઝ માટે સમપત ટમનલ્સ સાથે ૨૪૮.૮૨ એમએમટી કાર્ગો હેન્ડલ કરવાની વાર્ષિક ક્ષમતા સાથે ૨૬ બાર્થ અને બે સિંગલ-પોઇન્ટ મૂરિંગની વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવે છે. જે ગૌરવ અપાવતી ધટના કહી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!