Published By : Patel Shital
- ઉદ્યોગ પતિ મુકેશ અંબાણી, અભિનેતા ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનના ઘરને ઉડાવી દેવાની ધમકી…
- નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોનથી પોલીસ એલર્ટ…
થોડા થોડા દીવસોમાં મહત્વની વ્યક્તિઓ અને તેમના ઘરોને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકીઓ ફોનથી આપવામાં આવતી હોય તેવો સિલસિલો યથાવત રહ્યો છે. હાલમાં જ ઉદ્યોગ પતિ મુકેશ અંબાણી અને અભિનેતા ધર્મેન્દ્ર તેમજ અમિતાભ બચ્ચનના ઘરને બોમ્બ થી ઉડાવી મૂકવાની ધમકી ફોનથી આપવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં કોઇ અજાણ્યા વ્યક્તિએ જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે મુકેશ અંબાણીના એન્ટિલિયા તેમજ અમિતાભ બચ્ચનના અને બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રના ઘરે બ્લાસ્ટ થશે. એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને કહ્યું કે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનના ઘરની બહાર બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ પછી નાગપુર પોલીસે મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી હતી અને પોલીસ તરત જ એલર્ટ થઈ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ સાથે મળીને તમામ જગ્યાઓ પર સર્ચ કરી રહી છે. આ સિવાય ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે આતંકી હુમલાને અંજામ આપવા માટે હથિયારોથી સજ્જ 25 લોકો મુંબઈના દાદર પહોંચ્યા છે…