Published by : Rana Kajal
- વિકાસકાર્યો અને નવા આયોજનો અંગે કરાશે ચર્ચા
ગાંધીનગર લોકસભા મત વિસ્તારના ધારાસભ્યો સાથે આજે ગૃહપ્રધાન અમિત શાહ મહત્વની બેઠક યોજશે. અમદાવાદના શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસમાં આ બેઠક મળશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અને ગૃહપ્રધાન હાલમાં અમદાવાદની ટૂંકી મુલાકાતે છે. આજે બપોરે તેઓ પોતાના મતવિસ્તારમાં આવતી 7 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. ચૂંટણી બાદ પ્રથમ વખત યોજાનારી આ સૌજન્ય બેઠકમાં સાતેય વિધાનસભામાં ચાલી રહેલા વિકાસકાર્યો, નવા આયોજનો અને સ્થાનિક પ્રશ્નો ઉકેલવા રોડમેપ તૈયાર કરાશે.ત્યારે આ સાતેય ધારાસભ્યો સાથે અમિત શાહ બેઠક કરશે. અમિત શાહ દ્વારા તેમના લોકસભા મત વિસ્તારમાં વિકાસકામો પર ખાસ ભાર મુકવામાં આવતો હોય છે. તેમના ગ્રામ્ય વિસ્તારો સહિતના મતવિસ્તારોમાં તે સતત વિકાસ કામો માટે ભાર મુકે છે. જ્યારે પણ અમિત શાહ ગુજરાત આવતા હોય છે ત્યારે વહીવટી અધિકારીઓ જેવા કે જિલ્લા તંત્ર અને ધારાસભ્યો સાથે રિવ્યુ બેઠક કરતા હોય છે.