Published By:-Bhavika Sasiya
- લોનની ઉઘરાણી અને રિકવરી માટે બેંકો નહિ કરી શકે મનમાની.
- ધિરાણ કરતી બેંકો હવે તેમના ધિરાણની વસુલાત અંગે મનમાની કરી શકશે નહી કે કડક વલણ અખત્યાર કરી શકશે નહીં.
બેંકોના રિકવરી મેનેજરો ખાતેદારો સાથે ખરાબ વ્યવહાર કરી ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે લોકસભામાં પ્રશ્ન કાળ દરમિયાન બેંક લોન રિકવરીને લઈને પૂછાયો હતો .RBIએ ઊંચા વ્યાજદર વસૂલવાનું બંધ કરવા અંગે લીધા નિયમો કડક
નાણામંત્રીએ લોકસભામાં આપી પીએમ સ્વનિધિ યોજના અંગે માહિતી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે તમામ ખાનગી અને સરકારી બેંકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ લોનની વસૂલાત માટે કોઈ કડક પગલાં ન ઉઠાવે.નાણામંત્રીએ કહ્યું છે કે તેમણે એવી ફરિયાદો સાંભળી છે કે કેટલીક બેંકો લોનની ચુકવણી પ્રત્યે કેટલી નિર્દયી છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોને સૂચના આપી છે કે લોનની ચુકવણી માટે કડક પગલાં લેવામાં ન આવે. બેંકોએ માનવતા અને સંવેદનશીલતા સાથે આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. ઉઘરાણી અંગે ગાઈડ લાઈન પણ તૈયાર કરવામા આવી છે.