Sunday, March 22, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentધુરંધર ટુ : 'નોટબંધી' કેમ કરવી પડી એનો પારદર્શક જવાબ

ધુરંધર ટુ : ‘નોટબંધી’ કેમ કરવી પડી એનો પારદર્શક જવાબ

બ્લોગ : ઋષિ દવે
બડા સાહેબ કોન હૈ? ધુરંધરના અંતમાં પ્રશ્નચિન્હ હતો, એનો ઉત્તર ધુરંધર-ટુમાં દર્શકોને મળ્યો. માત્ર ૧૦૫ દિવસમાં ધુરંધર ટુ રિલિઝ થઈને પહેલા દિવસે 100 કરોડથી વધુ કરોડને આંબી ગઈ. હમઝા અલી મઝારી જે જસકિરત સિંહ, જેણે લશ્કરી તાલીમ મેળવી નકલી નોટોના અકલપ્ય અડ્ડાઓને નેસ્તનાબૂદ કેવી રીતે કર્યા એ જોશો તો દંગ રહી જશો. ધુરંધર ટુ વિષે લખતી વખતે એકેએક શબ્દ,અક્ષર હું એવા પસંદ કરું છું કે આ બ્લોગ વાંચી દર્શકની રસક્ષતિનો ભંગ ન થાય, બલ્કે એ ફિલ્મ જોવાય પ્રેરાય. એના સંવાદોમાં દમ છે. ગીતો જાણીતા છે, ફિલ્મને જોયા બાદ ગણગણશો એની ખાત્રી છે.

રણવીર સિંઘ(હમઝા અલી મઝારી), સોનુ સૂદ, રાકેશ બેદી(જમીલ જમાલી), અર્જુન રામપાલ(મેજર ઇકબાલ), સંજય દત્ત(એસ.પી ચૌધરી અસલમ), નવનીત કૌશિક(ડોંગા), આકાશ ખુરાના (દેવવ્રત કપૂર), સૌમ્યા ટંડન (ઉલ્ફત રહેમાનની પત્ની), કે અંશુમાન ઠાકુર, ડેનિસ પોદાર, આર. માધવન, સારા અર્જુન, માનવ ગોહિલ(સુશાંત બંસલ), ગૌરવ ગૌરા(મોહમ્મ્દ આલમ) પાત્રોનો રુઆબ એક સે બઢકર એક છે.હિંસાનો અતિરેક લાગે પણ એક્ટિંગ, ભારેલા અગ્નિને પ્રચંડ જવાળાઓ જોઈ કે અનુભવી નથી.

ધુરંધરનો પહેલો ભાગ જેમણે જોયો છે એને ફરજ પડે કે વહેલી તકે ‘ધુરંધર ટુ’ જોવે. ‘ધુરંધર ટુ’ બનાવવાનું પહેલા જ નિર્માતા, દિગ્દર્શકે વિચાર્યું ને વાર્તાને અંત સુધી કચકડે મઢવામાં સફળ રહ્યા છે. સસ્પેન્સ, રહસ્ય ખુલ્લા પાડવાનો બ્લોગરને અધિકાર નથી. ફિલ્મની અવધિ વિશે પણ મૌન સેવું છું. કેટલીકવાર લંબાઈ કરતા ઊંડાઈ પર ધ્યાન કેન્દ્રીત કરશો, જેના લીધે સદીના મહાનાયક પ્રાપ્ત થાય છે. જય હિંદ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security