Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratધોરડો સફેદરણમા વધુ ચાર નવા આકર્ષણ ઉમેરાશે...

ધોરડો સફેદરણમા વધુ ચાર નવા આકર્ષણ ઉમેરાશે…

સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સફેદ રણમાં હાલ પ્રવાસીઓનો સૈલાબ વધી રહ્યો છે,શાળાઓના પ્રવાસની સાથે અન્ય મુલાકાતીઓ પણ આવી રહ્યા છે તેમજ આગામી ક્રિસમસના તહેવાર અન્વયે વધુ સહેલાણીઓ આવવાની આશાએ પ્રવાસન વિભાગ દ્વારા સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાનું ભુજ પ્રવાસન વિભાગના આસિ.મેનેજર પ્રિયંકા જોશીએ જણાવ્યું હતું.

સફેદ રણમાં હાલ પ્રવાસીઓનો સૈલાબ વધી રહ્યો

રણપ્રદેશમાં ઊંટ પર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં સફળ નીવડેલા કારીગરોના કસબનું નિદર્શન સહિતની વસ્તુઓ પ્રવાસીઓને આકર્ષે છે.કચ્છની કલા, સંસ્કૃતિ અને અસ્મિતાના દર્શન થાય છે. અહીની સૂકી હવા સાથે રણની રેતમાં ઉડતી આનંદની લહેરોએ પર્યટકોને રણોત્સવ સાથે આત્મીયતાથી જોડી દેનારી યાદગાર પળો સાબિત થાય છે.સહેલાણીઓની સંખ્યા વધવા લાગતા અગાઉના વર્ષોની જેમ વધુ 4 મનોરંજનના આકર્ષણો શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

ગેમ ઝોનના બે ડોમમાં ભુલભુલૈયા સહિતની વિવિધ રમતો

ધોરડોમાં બાળકો માટે ગેમ ઝોનના બે ડોમ ઉભા કરવામાં આવ્યા છે.જેના સાધનો આવી જતા બે – ત્રણ દિવસમાં તે શરૂ કરવામાં આવશે.પ્રથમ ડોમમાં ફાઇટિંગ, ક્રિકેટ, ટેનિસ, કાર રેસિંગ, બાઇક રેસિંગ,આર્ટ એક્ટિવિટી જ્યારે બીજા ડોમમાં ફ્લેમિંગો, સેલ્ફી પોઈન્ટ, લુડો, ચેસ, મિરર હાઉસ,ગન ગેમ, ઇન્ડો પાર્ક, ભૂલ ભુલૈયાની સાથે ડાન્સિંગના આકર્ષણો છે.ઉપરાંત આઈના મહેલ અને માંડવી બીચના લાઈવ આકર્ષણ પણ મુકાયા છે.

હોટ એર બલૂનનું રિહર્સલ કરાયુ

ધોરડો ખાતે ટૂરિઝમ વિભાગ દ્વારા હોટ એર બલૂનનું સંચાલન કરવામાં આવતું હતું પણ દુર્ઘટના ઘટયા બાદ તે સ્થગિત રખાયું, આ વર્ષે પેરાગલાઈન્ડિંગ શરૂ થયા બાદ બલૂન સેવા શરૂ કરવા માટે રિહર્સલ કરવામાં આવ્યું હતું.જે પણ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો ક્રિસમસ પર શરૂ થશે

ધોરડો ખાતે પ્રવાસીઓના મનોરંજન માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવશે.હાલમાં વોચ ટાવર ખાતે કામ ચાલી રહ્યું છે. ક્રિસમસ સુધીમા કામ પૂર્ણ થતા પ્રવાસીઓ માટે તે આકર્ષણરૂપ બનશે. ભારત સરકારની જ કંપની ધોરડોમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો કરશે જેની જાણકારી ખુદ પ્રવાસન મંત્રાલયે આપી હતી.દિલ્હીના લાલ કિલ્લા સહિતના સ્થળોએ આવા કાર્યક્રમો થાય છે જે પ્રથમ વખત ધોરડોમાં થશે.અગાઉ તેની અવધિ 14 ડિસેમ્બર હતી પણ કામ પૂર્ણ ન થતા ક્રિસમસ સુધી લંબાવાઈ છે.

પ્રવાસીઓ માટે નવા સાંસ્કૃતિક કાર્યક્રમ

ધોરડો જતા રસ્તે એન્ટ્રી ગેટની ડાબી બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.જેમાં કચ્છનાં સ્થાનિક કારીગરો પર્ફોમન્સ આપે છે.આગામી 16 મી તારીખથી અહીં નવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે.સાંજના સમયે થતા અલગ અલગ કાર્યક્રમો પ્રવાસીઓને અહીં થોભવા માટે મજબુર કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!