Published by : Vanshika Gor
- 14 માર્ચથી રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. જેમાં રાજ્યભરમાંથી અંદાજિત 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વની ખબર સામે આવી છે. માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરાઈ છે. બોર્ડની વેબસાઈટ gseb.org પરથી શાળા દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો – માધ્યમની કરાઈ કરી હોલટિકિટ મેળવવાની રહેશે. પરિક્ષાર્થીનો ફોટો ચોંટાડી, સહી કરાવી, વર્ગ શિક્ષકની સહી – સિક્કા સાથે હોલટિકિટ પરિક્ષાર્થીને આપવાની રહેશે. હોલ ટિકિટમાં પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે 14 માર્ચથી રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. જેમાં રાજ્યભરમાંથી અંદાજિત 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સંચાલક-ટ્રસ્ટીને પરીક્ષા કેન્દ્રમાં હાજર ન રહેવા અંગેનો આદેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૨૩માં યોજાનાર ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં સંચાલક-ટ્રસ્ટીને પરીક્ષા કેન્દ્રમાં હાજર ન રહેવા અંગેનો આદેશ કરાયો છે. બોર્ડ દ્વારા આ અંગે કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, બોર્ડની પરીક્ષા દરમિયાન સંચાલક-ટ્રસ્ટીને કોઈ કામગીરી સોંપાતી ન હોવાથી તેમને કેન્દ્રમાં હાજર રહેવાની જરૂર નથી. આ અંગે તમામ ડીઈઓ દ્વારા સ્કૂલોમાં સુચના પહોચતી કરવામાં આવી છે. બોર્ડના અધિકારીઓ પરીક્ષા સમયે ચેકિંગમાં હોય છે. આ સમયે કોર્ સંચાલક હાજર હશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.