Home Education ધો. 10-12ની બોર્ડ પરીક્ષા…

ધો. 10-12ની બોર્ડ પરીક્ષા…

0

Published By : Patel Shital

  • પ્રશ્નપત્રોના મૂલ્યાંકનની કામગીરી કેવી રીતે થાય છે ?
  • શું છે નિયમો…
  • મૂલ્યાંકન કરનારની પણ થાય છે પરીક્ષા…

ધો 10 અને ધો 12 ની પરીક્ષાના પરીણામની રાહ જોવાઇ રહી છે ત્યારે પ્રશ્નપત્રો તપાસવા માટે કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની વિગત પણ રસપ્રદ છે.

હવે પૂર્ણતાના આરે જુઓ કેવી રીતે થાય છે પેપરની ચકાસણી. સમગ્ર રાજ્યમાં કુલ ૩૬૩ મધ્યસ્થ કેન્દ્ર પર પેપરની ચકાસણીનું કાર્ય ચાલી રહ્યું છે. ૬૮ હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી કરાઇ રહી છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહ માટે પણ રાજ્યમાં ૧૪૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે. આ મૂલ્યાંકન કેન્દ્ર પર ૩૦ હજાર શિક્ષકો દ્વારા ધો. ૧ર સામાન્ય પ્રવાહની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આમ સમગ્ર રાજ્યમાં ધો. ૧૦ અને ૧રનાં મળી કુલ ૩૬૩ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે.

ગત વર્ષ કરતા આ વર્ષે 7 હજાર વધુ શિક્ષકો ને મૂલ્યાંકન કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે. પરીક્ષકને ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન એવું લાગે કે પરીક્ષાર્થીએ ગેરરીતિ આચરી છે તો તેમણે તે ઉત્તરવહીનું મૂલ્યાંકન કરીને આવો વહેમ કે શંકા આવવાનાં સબળ કારણો લેખિતમાં જણાવી તે ઉત્તરવહી મૂલ્યાંકન સ્થળના નિયામકને અલગથી આપવાની રહેશે, જેમ કે વિદ્યાર્થીની ઓળખ આપતું લખાણ કે ચિહ્ન દર્શાવેલાં હોય, રૂપિયાની નોટ મૂકી હોય, ચિઠ્ઠીઓ મૂકી હોય, બારકોડને નુકસાન કર્યું હોય વગેરે માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના તમામ કર્મચારીઓને સ્પષ્ટ સૂચના છે કે આ પ્રકારની બાબતો પરીક્ષા સચિવની પૂર્વ મંજૂરી સિવાય પ્રસાર માધ્યમો સમક્ષ મૂકવી નહીં. પ્રશ્નપત્ર મૂલ્યાંકન માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં કો-ઓ‌િર્ડનેટરે લીલી શાહીની પેન વાપરવી, પરીક્ષકે લાલ શાહીની પેન વાપરવી, સમીક્ષકે કાળી શાહીની પેન વાપરવી અને વેરિફિકેશન માટે પેન્સિલ વાપરવી. આ પેપર મૂલ્યાંકન માટે નિરીક્ષકને પ્રશ્નપત્રની ઉત્તરવહી ચકાસવા માટે રૂ. ૭.પ૦થી લઇ ને રૂ. ૧૦ મહેનતાણું ચૂકવવામાં આવે છે તે સાથે પરીક્ષકની એક ભૂલદીઠ રૂ. ૧૦ દંડ પણ થશે. બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં ધોરણ-૧૦માં એક શિક્ષક દ્વારા એક દિવસમાં ૩૬ જેટલી ઉત્તરવહી તપાસવામાં આવે છે, જ્યારે ધોરણ-૧રમાં એક શિક્ષક દ્વારા ૩૦ જેટલી ઉત્તરવહી તપાસવામાં આવતી હોવાનું જાણવા મળે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version