Home BOLLYWOOD ધ્યાનચંદના બાયોપિકમાં વિક્કી કૌશલની એન્ટ્રી….

ધ્યાનચંદના બાયોપિકમાં વિક્કી કૌશલની એન્ટ્રી….

0

Published by : Vanshika Gor

વિક્કી કૌશલે હોકીના જાદૂગર ગણાતા મેજર ધ્યાનચંદના બાયોપિકમાંથી ઈશાન ખટ્ટરનું પત્તું કાપી નાખ્યું છે અને પોતે મેઈન ભૂમિકામાં ગોઠવાઈ ગયો છે. જોકે, બીજી તરફ તેણે બિગ બજેટ ફિલ્મ ‘ધી ઈમમોર્ટર્સ ઓફ અશ્વત્થામા’ ગુમાવવી પડી છે અને ત્યાં તેની જગ્યાએ રણવીર સિંહ ગોઠવાઈ ગયો છે.

સાંયોગિક રીતે ‘ઈમ્મોર્ટલ્સ ઓફ અશ્વત્થામા’ પહેલાં રોની સ્ક્રુવાલા બનાવવાના હતા. હવે તેમણે એ પ્રોજેક્ટ છોડી દીધો છે અને તેને બદલે તેઓ જ ધ્યાનચંદની ફિલ્મ બનાવવાના છે.

બીજી તરફ ‘ઈમ્મોર્ટલ્સ ઓફ અશ્વત્થામા’ અગાઉ ગયાં વર્ષે બજેટ નહિ હોવાના કારણે પડતી મૂકવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કરવામાં આવ્યો છે પરંતુ નવા ફાયનાન્સિઅરની શરત એ હતી કે વિક્કી બોક્સ ઓફિસ પર ચલણી સિક્કો ગણાતો નથી આથી તેને લઈને આટલાં મોટાં બજેટનું સાહસ કરાય નહિ. આથી, તેને બદલે રણવીર જેવા પ્રમાણમાં સેલેબલ સ્ટારની પસંદગી કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version