Published by : Anu Shukla
- ‘ધી કાશ્મીર ફાઈલ્સ’ ફરી 19 જાન્યુઆરીએ ફરી રીલીઝ કરવામાં આવશે
બોલિવુડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી ‘ધી કાશ્મીર ફાઈલ્સ’ ને લઈને સતત ટ્વીટ્સ કરતાં રહે છે. આ પહેલા તેમણે એવુ કહ્યુ હતુ કે આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. હવે તેમણે આ જાહેરાત કરી છે કે આ ફિલ્મને તેઓ ફરી સિનેમાઘરોમાં રી-રીલીઝ કરવા જઈ રહ્યા છે. 19 જાન્યુઆરી 2023 મા આવનારી આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર અને પલ્લવી જોષી જોવા મળશે.
વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ્સ પર જાણકારી આપતા લખ્યુ છે કે ‘ધી કાશ્મીર ફાઈલ્સ’ ફરી 19 જાન્યુઆરીએ રીલીઝ કરવામાં આવશે. આ દિવસ કાશ્મીર હિંન્દુ નરસંહાર દિવસ છે. આ પહેલી વખત એવુ બને છે કે કોઈ ફિલ્મ વર્ષમાં બે વાર રીલીઝ થઈ રહી છે.