નકલી દવાઓ અંગે વારંવાર લોકો દ્વારા ફરીયાદ કરવામાં આવે છે. કેટલીક વાર એવા પણ બનાવો બન્યા છે જયારે દર્દીને દવા આપવા છતા તેની તબિયતમાં સુધારો ન આવતો હોય આવા સંજોગોમાં તબીબો ચોંકી જતા હોય છે સાથે જ દવાઓ નકલી હોવાની શંકા પણ કરતા હોય છે પરંતુ હવે એ દિવસો દુર નથી જયારે દવા અસલી છે કે નકલી તેની ઓળખ દવા ખરીદ કરનારા પોતે જાતે કરી શકે. લોકો નકલી દવાની ઓળખ કઈ રીતે કરી શકશે તે અંગેની વિગતો જોતા ટેક ઍન્ડ ટ્રેસની ટેકનિક અપનાવવામાં આવશે. જેમાં દવાની બોટલ, કેન, જાર કે ટ્યુબ પર ઍક ક્યુઆર પ્રિન્ટ કરવામાં આવશે. સરકાર દ્વારા જ્યારે સોફ્ટવેર લાગુ કરવામાં આવશે ત્યારે વેબસાઈટ પર જઈ દવા અસલી છે કે નકલી તેની ઓળખ આસાનીથી થઈ શકશે. જૉકે આમ કરવાથી દવાની કિંમતમાં 3 થી 4 ટકા જેટલો વધારો થઈ શકે છે. જૉકે હાલમાં સૌથી વધુ વેચાતી દવાઓ જેવીકે એન્ટી બાયોટિક, એન્ટી એલરજીક, પેઇન કિલર અને કાર્ડિયાકની દવાઓ પર આ ફોર્મ્યુલા લાગુ પાડવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે.