હરિદ્વાર
હવે આવનાર દિવસોમાં નકલી શંકરાચાર્યોના નામો જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી…શંકરાચાર્ય પરિષદ દ્વારા નકલી શંકરાચાર્યો નામો જાહેર કરવા અંગેની દિશામાં મહત્વની કામગીરી કરવામાં આવી છે. શકરાચાર્ય પરિષદના અધ્યક્ષ આનંદ સ્વરૂપે જણાવ્યુ હતુ કે ઍવી કાયૅવાહી કરવામાં આવી રહી છે કે સમગ્ર દેશમાં ચારથી વધુ કોઇ સંત પોતાના નામ આગળ શકરાચાર્ય લખી શકે નહીં. અને જો લખશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જૉકે હાલમા ૫૦ કરતાં વધુ લોકો પોતાના નામ આગળ શંકરાચાર્ય લખાવી રહ્યા છે.આ કાનૂની પ્રક્રિયા પતી જશે ત્યાર બાદ દેશમાં માત્ર ચાર પંડિતો પોતાના નામ સામે શંકરાચાર્ય લખી શકશે એમ જાણવા મળી રહ્યું છે .