Published by : Vanshika Gor
- 28 મિનિટ પ્રણામા ગર્ભ પિંડાસના કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો…. નડિયાદની ટ્વીન્કલે ત્રીજો રેકોર્ડ નામે કર્યો….
ભારતને યોગ માટે વિશ્વ ગુરૂ માનવામા આવે છે. ત્યારે નડિયાદની ઍક દીકરીએ યોગસાધના મા અનેરી સિદ્ધિ મેળવી નડિયાદ અને રાજયના ગૌરવમા વધારો કર્યો છે. નડિયાદની 26 વર્ષીય ટ્વીન્કલ આચાર્યએ કોરોના લોકડાઉન દરમિયાન યોગની પ્રેક્ટિસ શરૂ કરી હતી, લોકડાઉનના 3 વર્ષ બાદ આજે તેણે યોગની દુનિયામાં 3 વિશ્વ રેકોર્ડ બનાવી નડિયાદ સહિત દેશનું નામ રોશન કર્યું છે.
ટ્વિન્કલે તાજેતરમાં જ પ્રણામા ગર્ભ પિંડાસના’ આસનમાં સતત 28 મિનિટ 55 સેકન્ડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અગાઉ પણ તેણીએ કઠીન આસનો કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 26 વર્ષીય ટ્વીન્કલ હિતેશભાઈ આચાર્ય યોગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. કોરોના લોકડાઉન સમયથી તેણીયે યોગની શરૂઆ કરી હતી.ટવીન્કલે સૌપ્રથમ 27 માર્ચ 2022ના રોજ સંતરામ મંદિરમાં પિંડાસનયુક્ત્તા સર્વાંગઆસન સતત 11 મિનિટ સુધી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જે તેની પ્રથમ સિદ્ધિ હતી. જે બાદ 21 જૂન 2022 ના રોજ મરિચ્યાસનામાં સતત 9 મિનિટ 15 સેકંડ સુધી આસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

સૌથી કઠિન ગણાતું આસન પ્રણામા ગર્ભ પિંડાસના કર્યું સતત બે સિદ્ધિ મેળવ્યા બાદ પણ આ યુવતીએ 1 જાન્યુઆરીના રોજ નડિયાદ સંતરામ મંદિર ખાતે ગાદીપતિ રામદાસજી મહારાજના સાનિધ્યમાં યોગાસનમાં સૌથી કઠિન ગણાતું આસન પ્રણામા ગર્ભ પિંડાસના કર્યું હતું. તેણીએ આ આસન સતત 28 મિનિટ 55 સેકન્ડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ રેકૉર્ડમા સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. આમ ટ્વિન્કલે સતત 3 વખત વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ખરાબ સમયમાં મન વિચલિત થાય ત્યારે યોગ જીવન બદલી નાખે છે.ટ્વીન્કલ આચાર્યે જણાવ્યું હતું કે મેડીટેશન થી ઘણો ફાયદો થયો છે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય આવે છે અને આ અવસ્થામાં મન વિચલિત થઈ જાય છે. ત્યારે નિયમિત રૂપે તમે મેડીટેશન કરતા હો તો તમને દરેક દિશા દેખાઈ જાય છે.