Home Bharuch નદીમાં ડૂબી જવાથી 17 વર્ષીય કિશોરનું મોત…

નદીમાં ડૂબી જવાથી 17 વર્ષીય કિશોરનું મોત…

0

Published By:-Bhavika Sasiya

નેત્રંગ ના થવા ગામ નજીકથી પસાર થતી કરજણ નદી કિનારે ફરવા ગયેલ ત્રણ પૈકી એક સગીર વિદ્યાર્થી નદીમાં પગ લપસી ડૂબી લાપત્તા બન્યો હતો જેનો આજરોજ મૃતદેહ મળી આવ્યો હતો.

નેત્રંગ તાલુકાના થવા ગામના સ્ટેશન ફળીયા વિસ્તારમા રહેતા સુરેશભાઈ શાંતિલાલભાઈ વસાવા નો 17 વર્ષીય પુત્ર અરુણકુમાર સુરેશભાઈ વસાવા ધોરણ-11 માં અભ્યાસ કરે હતો જે ગતરોજ રવિવાર હોવાથી ગામની સીમમાં આવેલ મહાદેવ મંદિર પાસેથી વહેતી કરજણ નદી તેના ત્રણ મિત્રો સાથે ફરવા ગયો હતો તે દરમિયાન તેની પગ લપસી જતા તે ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેના મિત્રોએ બુમરાણ મચાવતા આજુબાજુ ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. આ અંગેની જાણ કિશોરના પિતા અને મામલતદાર અનિલ વસાવા તેમજ નેત્રંગ પોલીસને થતા તેઓ સ્થળ પર પહોંચી ઝધડીયા જી.આઇ.ડી.સી વિભાગની ટીમને બોલાવી હતી ફાયર ફાયટરોએ મોડી સાંજ સુધી ભારે શોધખોળ કરતા તે મળી નહી આવતા લાપત્તા બન્યો હતો જે બાદ આજરોજ મામલતદારે એસ.ડી.આર.એફની ટીમને બોલાવી હતી જે ટીમના લશ્કરોએ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા લાપત્તા બનેલ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી નેત્રંગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version