Published by : Rana Kajal
દેશમા જ્યારે શાંતિને ખલેલ પહોંચાડી શકે અને વાતવરણ બગાડી શકે તેવી હેટ સ્પીચ એટલેકે નફરતી અને વિવાદિત નિવેદનો વધી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટ આવી ટકોર કરી હતી.. સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ બી વી નાગરત્નાની બેન્ચ દ્વારા આકરી ટિપ્પણી કરતા એમ જણાવાયું હતું કે જ્યારે નેતાઓ ધર્મનું રાજકારણ બંધ કરશે તો આપોઆપ નફરત ભર્યા નિવેદનો અટકી જશે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ખુબ સુચક છે . અત્રે નોંધવું રહ્યું કે પોતાના તરફ કે પોતાની રાજકીય પાર્ટી તરફ લોકોને આકર્ષવા કેટલાક નેતાઓ હેટ સ્પિચનો આશરો લે છે.આ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણીવાર ટકોર કર્યાં છતાં હજી કોઈ સુધારો જણાતો નથી. ખાસ કરીને ચૂંટણીના સમય દરમિયાન હેટ સ્પિચની ઘટનાઓ વધુ બને છે