Home Bharuch નબળી નેતાગીરીના પગલે ભરૂચ નગપાલિકા કયારે મહાનગર પાલીકા બનશે તે કહેવાય નહિ…ત્યારે...

નબળી નેતાગીરીના પગલે ભરૂચ નગપાલિકા કયારે મહાનગર પાલીકા બનશે તે કહેવાય નહિ…ત્યારે સૌરાષ્ટ્રની મજબુત અને પાણીદાર નેતાગીરીના પગલે મોરબી નગરપાલિકા નજીકના દિવસોમાં મહાનગર પાલીકા બની જાય તેવા મળતા સંકેત…

0

Published By : Parul Patel

ભરૂચ નગર પાલિકા મહાનગર પાલીકા બનશે તેવી આશા અને અપેક્ષા લોકો કંઈ કેટલાય વર્ષોથી રાખી રહ્યાં છે. બૌડાની રચના થયા બાદ તો લોકોની અપેક્ષા વધુ વધી ગઈ હતી. પરંતું ભરૂચની નબળી નેતાગીરીનાં પગલે આ સ્વપ્ન સાકાર થયું ન હતું. પરંતું નવાઈની બાબત એ છે કે હવે મોરબીને મહાનગરપાલિકા બનાવવાના ચક્રો ખુબ ઝડપી બની ગયા છે જેનો સંપૂર્ણ શ્રેય સૌરાષ્ટ્રની પાણીદાર અને પરિણામ લક્ષી નેતાગીરીને આપવો રહયો…

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ મોરબી નગરપાલીકાનુ વિસર્જન કરવામાં આવ્યું. હવે આજના દિવસોમાં મોરબીમાં અઘિકારીઓ અને પદા અઘિકારીઓ એકજ દિશામાં કાર્ય કરી રહ્યા છે કે ખુબ ઝડપથી મોરબી કોર્પોરેશન બનાવવામાં આવે. ભરૂચ બાબતે આવી મજબુત રાજકીય કે ઈચ્છાશક્તિ કયારે ઉભી થશે…વર્ષોથી રાહ જોવાઇ રહી છે કે ભરૂચ નગરપાલીકા મહાનગરપાલિકા બને…પરંતું ભરૂચ મહાનગરપાલિકા બનશે તો આપણને શું રાજકીય ફાયદો મળશે કે ફૂટેજ મળશે..? મારો રાજકીય હરીફ આગળ નીકળી જશે તો શું થશે..? આવી પળોજણમાં ભરૂચની નીચેથી માંડીને ઉપર સુધીના રાજકારણીઓ વ્યસ્ત છે. ભરૂચના વિકાસ કે રહીશોની સુખ સુવિધા માટે ક્યાં કોઈને રસ છે, તેથીજ મોરબી કદાચ ભરૂચ પહેલા કોર્પોરેશન બની જાય તો નવાઈ નહીં…આપણે તો ભરૂચમાં રહીને આનંદમાં તાળીઓજ પાડવાની રહીં…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version