Published By : Parul Patel
- નબીપુર અને ભરૂચની ટીમો વચ્ચે યોજાયો ફાઇનલ મુકાબલો
- નબીપુરની ટીમનો 1-0 ગોલ થી શાનદાર વિજય
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ફૂટબોલની ઓપન રાત્રી ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ 12 ટીમોએ ભાગ લીધો હતો. નબીપુર અને ભરૂચની ટીમો ફાઇનલમાં પ્રવેશી હતી તે અંતર્ગત ગઈકાલે રાત્રે બંને ટીમો વચ્ચે વિશાળ પ્રેક્ષકોની હાજરીમાં દિલધડક મુકાબલો થયો હતો. જેમાં નબીપુરની ટીમે 1 વિરુદ્ધ 0 ગોલથી વિજય મેળવ્યો હતો.
વિજેતા ટીમને નબીપુરના ડેપ્યુટી સરપંચ હાફેજ ઇકરામભાઈ દસુ દ્વારા અને રનર અપ ટીમને નબીપુરના સામાજિક કાર્યકર જીલાનીભાઇ ઘાસવાળાના હસ્તે ટ્રોફી અને ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મેચ રેફરીઓને શોએબભાઈ અભુજીના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટના આયોજકોએ ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ તમામ ટીમો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.