Published by : Rana Kajal
પ્રાચીન એવા ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા ગામે આજથી શુલપાણેશ્વર મહાદેવના મંદિર ખાતે પૌરાણિક મેળાનો થશે પ્રારંભ… આ મેળાનું આયોજન સુચારુ રીતે થાય તે માટે નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામા બહાર પાડ્યા છે. મેળાના દિવસો દરમિયાન એટલે કે તા 18 થી 20 એપ્રિલ સુઘી ગોરા ટી જંક્શનથી શુલપાણેશ્વર મંદિર અને વસંતપુરા ત્રણ રસ્તા સુધીનો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ મેળામા ગુજરાત, મહારાષ્ટ્ર, અને અન્ય રાજ્યોમાથી ખુબ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના છે. મેળામાં પાથરણાંવાળા તેમજ અન્ય નાના મોટા વેપારીઓ પણ ધંધા અર્થે આવતાં હોય વેપારીઓ માટે પણ ખાસ નિયંત્રણો મુકવામાં આવ્યા છે સાથે જ ખુબ મોટી સંખ્યામાં ખાનગી વાહનો અને લક્ઝરી બસો પણ આવે તેવી શક્યતા હોવાથી પાર્કિંગ અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.