- છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૮૨ મિ.મિ. અને સૌથી ઓછો દેડીયાપાડા
- તાલુકામાં-૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો
નર્મદા જિલ્લામાં તા.૧૭ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને શનિવારના રોજ સવારના ૬ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૮૨ મિ.મિ. અને સૌથી ઓછો દેડીયાપાડા તાલુકામાં-૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદઉપરાંત ગરૂડેશ્વર તાલુકામાં-૨૧ મિ.મિ., સાગબારા તાલુકામાં-૧૭ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-૧૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૬૬૨ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૮૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૧૮૭૬ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૫૮૭ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૪૩૯ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૧૩૧૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૮.૬૮ મીટર, કરજણ ડેમ-૧૧૩.૧૨ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૬.૮૫ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૧ મીટરની સપાટીએ છે. નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૯.૪૫ મીટરની સપાટીએ હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.