નર્મદા જિલ્લામાં વીજળી પડતાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજા પહોચી હતી.
નર્મદા જિલ્લામાં છેલ્લાં બે ત્રણ દિવસોથી તોફાની વરસાદ વરસી રહ્યો છે તેવામાં ગતરોજ તા. 11 સપ્ટેમ્બર ના રોજ નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડા તાલુકાના માલ ગામ ખાતે આકાશી વીજળી પડતાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવના પગલે માલ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બનાવ અંગે સામોટ ગૃપ પંચાયતે પુષ્ટિ કરેલ છે.

( ઇનપુટ : દિપક પટેલ, નર્મદા)




