- સાંજે 5 કલાકથી નદીમાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડાતા સપાટી વધીને 18 ફૂટ સુધી જવાની શક્યતા
- હાલ ગોલ્ડનબ્રિજ ખાતે જળસ્તર 14.43 ફૂટ છે
- ભરૂચ જિલ્લાના કાંઠાની પ્રજા માટે પુર જેવી સ્થિતિ હાલ તો નહીં સર્જાવાની રાહતની ખબર
ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઈન્દિરાસાગરમાંથી છોડાયેલ પાણીના કારણે સોમવારે સવારે ડેમના વધુ 5 ગેટ ખોલાયા હતા. સાંજે 5 કલાકે વધુ 8 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. હાલ સરદાર સરોવર નર્મદા ડેમના રેડિયલ 30 દરવાજા પૈકી 23 દરવાજા 2.15 મીટર ખોલી નર્મદા નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. જ્યારે રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન થકી 45 હજાર ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ છે. નદીમાં કુલ 3.95 લાખ ક્યુસેક પાણી વહેતા ગોલ્ડનબ્રિજે જળસ્તર વધશે.

સાવચેતીના ભાગરૂપે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના કાંઠાના ગામોને સાવચેત કરાયા છે. પેહલા નર્મદા ડેમના 10 દરવાજામાંથી નદીમાં એક લાખ ક્યુસેક અને RBPH માંથી 44 હજાર ક્યુસેક પાણી થલવાતું હતું. જે હવે અઢી લાખ ક્યુસેક જેટલું વધી ગયું છે. જો કે ભરૂચ માટે રાહત રૂપ સમાચાર મુજબ ડેમમાંથી છોડાતા 3.95 લાખ ક્યુસેક પાણી વચ્ચે ગોલ્ડન બ્રિજે વોર્નિંગ લેવલ સુધી પણ સપાટી નહિ પહોંચેપોહચે. હાલ ગોલ્ડન બ્રિજે નર્મદા 14.43 ફૂટે વહી રહી છે. જે 18 ફૂટ સુધી પહોંચી શકે તેવી શકયતા છે. જો કે આગામી દિવસમાં અમાસની ભરતીને લઈ સપાટીમાં એકાદ ફૂટનો વધારો જોવા મળી શકે છે.