Home Bharuch નર્મદા ડેમમાં નવા નિરની આવક શરૂ, સપાટી 41 સેમી વધી…

નર્મદા ડેમમાં નવા નિરની આવક શરૂ, સપાટી 41 સેમી વધી…

0

Published by : Rana Kajal

  • MP માં મોરટક્કા, તવામાં વરસાદના કારણે સરદાર સરોવરમાં 19446 ક્યુસેક પાણીની આવક

રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદના કારણે નવા નિરની આવક શરૂ થઈ ગઈ છે.

ગુજરાત સાથે દેશભરમાં નેઋત્યનું ચોમાસુ વિધિવત બેસી ગયું છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. એક બાદ એક તાલુકાઓમાં મેઘરાજા પધરામણી કરી રહ્યાં છે.

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ ચોમાસુ બેઠી જતા નર્મદા ડેમમાં નવા પાણીની આવક આવવાની શરૂ થઈ ચૂકી છે.

મધ્યપ્રદેશના તવા અને મોરટક્કા ડેમ વિસ્તારમાં વરસાદના પગલે સરદાર સરોવરમાં પાણીની આવક હાલ 19,446 ક્યુસેક નોંધાઇ રહી છે. જેના કારણે નર્મદા ડેમની સપાટી વધીને 119.78 મીટરે પોહચી છે. શનિવારે ડેમના જળ સ્તર 119.37 હતા. બે દિવસમાં સપાટીમાં 41 સેમીનો વધારો થયો છે.

નર્મદા ડેમમાં પાણીની આવક સામે હાલ જાવક માત્ર 5027 ક્યુસેક હોય જળસંગ્રહ થઈ રહ્યો છે. સરોવરમાં 8,229 મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહિત છે. આ વર્ષે પણ નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર સુધી સંપુર્ણ ભરાઈ તેવી શકયતાઓ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version