સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા ત્રણ દિવસથી તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ભરૂચ જીલ્લામાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના લોકો માટે એલર્ટ જારી કર્યું છે આજરોજ ડેમમાંથી ૫.૪૫ કયુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે નદીની સપાટી ૨૫ ફૂટે પહોંચી છે.

જેને પગલે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના 501,ખાલપિયા ગામના 170 અને ગોલ્ડનબ્રિજ ઝુંપડપટ્ટીના 10 લોકોનું પ્રાંત અધિકારી નૈતિક પટેલ,મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ દ્વારા સ્થળાંતર કરાવવામાં આવી રહ્યા છે અને ગોલ્ડન બ્રીજ ખાતે નદીની સપાટી જોવા તેમજ જોખમી રીતે સેલ્ફી લેવા આવતા લોકોને જીવના જોખમે નદી કિનારે નહિ આવવા માટે અપીલ કરી છે.