Published By:-Bhavika Sasiya
- ભરૂચના નર્મદા નદીના મીઠા પાણીના મગરો પર પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થા દ્વારા સંશોધન અને અભ્યાસ કર્યો
- ઝઘડિયાથી ભરૂચના ગોલ્ડનબ્રિજ સુધી નદીમાં 35 કિમીમાં મગરોની હાજરી
નર્મદા નદીના રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકુળ આશ્રયસ્થાન બની ગયાં છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહયો છે.
વર્તમાન સમયમાં ઝઘડિયાના રાજપારડીથી ગોલ્ડનબ્રિજ સુધીના 35 કીમીના વિસ્તારમાં મગરોની હાજરી જોવા મળી છે, ત્યારે પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થાના નેચર વોક કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના ચોમાસાની ઋતુમાં મગરની પ્રતિક્રિયા જાણવા સંશોધન કરાયું છે.જેમાં અમિત રાણા તેમજ અંકલેશ્વરના ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર નીતિક સોલંકી તેમજ ભરૂચના જયેશ કનોજીયાના માર્ગદર્શન હેઠળ શુકલતીર્થ અને મંગલેશ્વર ગામના નર્મદા તટ વિસ્તારના માર્શ મગરો એટલે કે મીઠાં પાણીના મગરો પર સંશોધન કરવાની શરૂઆત કરી હતી.200 મિલીયન 20 કરોડ વર્ષોથી પૃથ્વી પર મગરની અસ્તિત્વ છે. કાળક્રમે ડાયનાસોર લુપ્ત થઈ ગયા પરંતુ મગરે પોતાની જાતને પરિસ્થીતીને અનુરૂપ ઢાળવાનુ શીખી લીધુ હતુ. તેવી જ રીતે નર્મદા નદીમાં વસવાટ કરતાં મગરોએ પણ જાણે માનવજાતિની બીલકુલ નજીક રહેવાનુ શીખી લીધુ છે એવું નજરાણું જોવા મળતું હતું.