Published by : Rana Kajal
ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરતા શ્રધ્ધાળુઓ માટે તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડી પગપાળા નદી પાર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ પ્રતિબંધ તા 20 એપ્રિલ સુઘી લાગુ રહેશે. જૉકે કરણી સેનાએ વિરોધ વ્યક્ત કર્યો છે….
હાલ ચૈત્ર માસના નવરાત્રીના દિવસોમાં ઉત્તર વાહિની નર્મદા પરીક્રમાનો ખાસ મહીમા હોવાના પગલે ખુબ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો માથી મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા કરી રહ્યા છે ત્યારે ગત રવિવારે ભક્તોની ભીડ વધતા હોડીની વ્યવસ્થા અપૂરતી સાબિત થતા ભક્તોએ માનવ સાંકળ બનાવી નર્મદા નદી પાર કરી હતી. જે જોખમી હોવાથી તેમજ નદીમા મગર હોવાથી નર્મદા જિલ્લાનાં અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડી પગપાળા નદી પાર પાડવા તા 20 એપ્રિલ સુઘી પ્રતિબંધ મૂકેલ છે.
જૉકે કરણી સેનાએ આ જાહેરનામાનો વીરોધ કરી નાવડીની સંખ્યામા વધારો કરવા માંગ કરી હતી