Published By : Parul Patel
ભરૂચ જિલ્લાના ટેમ્પા માલિક અને ટેમ્પા ડ્રાઇવરો દ્વારા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં પરમીશન આપવા મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જિલ્લાના ટેમ્પા માલિક અને ટેમ્પા ડ્રાઇવરો અને રામ ગ્રુપના આગેવાન સુરેન્દ્ર પટેલ દ્વારા એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેર અને જી.આઇ.ડી.સીમાં વસવાટ ટેમ્પો માલિકો અને ટેમ્પો ચાલકો અવાર નવાર માલ સામાનની હેરફેરી માટે ભરૂચ, દહેજ, વાગરા, આમોદ સહિતના સ્થળે જવું પડતું હૉય છે. જેને કારણે ટેમ્પો ચાલકો ભરુચ નેશનલ હાઇવે ઉપરથી પસાર થાય છે ત્યારે ટોલ પ્લાઝા ખાતે ભરૂચના પાર્સિંગવાળા વાહનો હોવા છતાં 30 રૂપિયા દીઠ ટોલ વસૂલ કરતાં હૉય છે, સાથે ટ્રાફિકની સમસ્યાનું પણ ભારણ હોવાથી સમયનો બગાડ થાય છે. સાથે ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે તેવામાં તંત્ર દ્વારા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી માલ વાહક વાહનો પસાર કરવા માટે પરમીશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.