Published By : Parul Patel
- એક વોલ્વો, 3 એસ.ટી. બસ અને 5 કારને ગોબા સાથે વીજ થાંભલો પણ તૂટ્યો…
- સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિ નહિ…
- ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર 10 દિવસમાં વધુ 4 સરકારી બસને અકસ્માત નડ્યો
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર 3 કલાકમાં સર્જાયેલા 4 અકસ્માતોમાં એક વોલ્વો, 3 સરકારી બસ અને 5 કારને નુકશાન થવા સાથે ટ્રાફિકજામ સર્જાયો હતો.
નર્મદા મૈયા બ્રિજ ઉપર મંગળવારે જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય, તેમ એક બાદ એક ગણતરીના 3 કલાકમાં જ ચાર અકસ્માતો થયા હતા.
સવારે 7 કલાકના અરસામાં પ્રથમ બે એસ.ટી. બસો એકની પાછળ એક ભટકાઈ હતી. જે બાદ 9 કલાકે તુફાન આગળ ચાલતી કારમાં અથડાતા તેની પાછળ આવતી અન્ય 2 કાર પણ અંદર ઘુસી ગઈ હતી.જેના અડધો કલાકમાં 9.30 કલાકે ફરી સરકારી એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જ્યારે 10 કલાકે એસ.ટી. ની જ વોલ્વો બસ બ્રિજ ઉપર લગાવેલા વીજ થાંભલામાં ધડાકાભેર અથડાઈ હતી.
ચારેય અકસ્માતમાં કોઈપણ મુસાફરો કે વ્યક્તિને ઇજા પોહચી ન હતી. જોકે 9 વાહનોને નુકશાન પોહચ્યું હતું. ત્રણ કલાકમાં જ 4 અકસ્માતને લીધે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. બ્રિજ ઉપર 10 દિવસ પેહલા જ એસ.ટી. બસ ને અકસ્માત નડ્યો હતો.