- નવરાત્રીનું સિમ્બોલિક ચિત્ર રાસ રમતા રાધા-કૃષ્ણ અને સ્ત્રી-પુરુષના, માતાજીના ફોટા અને વાંસળીની ડિઝાઈન
- યંગસ્ટર્સ કરતાં 30 થી વધુ ઉંમરની યુવતીઓમાં ટેટૂનો ક્રેઝ
- ફ્લાવર્સ, હાર્ટ, બિલવ્ડનું નામ, ઈન્ફિનિટી બર્ડ્સ જેવા ફન્કી ટેટૂ જેવા જાતજાતના પોર્ટેટ્સ
નવરાત્રીના થનગનાટની સાથે સાથે થીમ બેઝડ ટેટૂ બનાવડાવવા નવરાત્રી આવતા પહેલા યંગસ્ટર્સમાં એની તૈયારી પૂર જોશથી શરૂ થઈ જાય છે. ડાન્સ અને ડ્રેસિંગમાં તેમને જરાય કચાશ નથી રાખવી હોતી. એથી જ તેઓ એક તરફ ગરબાના નવા-નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. નવરાત્રીના સ્પેશિયલ ડ્રેસીસ કરાવી રહ્યા છે, આખા શરીરને જોમવંતુ બનાવવા અને નિખારવા જાતજાતની ટ્રીટમેન્ટ્સ લઈ રહ્યા છે, એ જ ઉત્સાહથી આ વખતે યંગસ્ટર્સ નવરાત્રી માટેના ખાસ ટેટૂ પણ કરાવી રહ્યા છે. એવું શહેરના જાણીતા ટેટૂ-આર્ટિસ્ટ્સનું કહેવું છે, તેઓ એકસૂરે એક હકીકત સ્વીકારે છે કે ટેટૂ કરાવવા આવનારાઓની સંખ્યામાં નવરાત્રીમાં ઘણો વધારો થાય છે.
આ પહેલા નવરાત્રીમાં લોકો ટેમ્પરરી ટેટૂ કરાવવાનું પ્રિફર કરતાં હતા એના બદલે હવે નવરાત્રીમાં પણ લોકો પરમેનન્ટ ટેટૂ કરાવવા લાગ્યા છે. અગાઉ મહિલાઓ અને પુરુષો ટેટૂ કરાવતા હતા. એ કોઈ નવી ફેશન નથી. હા, ટેટૂની ફેશનમાં હવે ફરક એ આવ્યો છે કે એની ડિઝાઈનમાં અઢળક વેરાઈટી આવી ગઈ છે. અગાઉ માત્ર બ્લેક ઈન્કથી છૂંદણા થતાં હતા એના બદલે હવે છૂંદણાની ડિઝાઈનમાં જુદા-જુદા કલર ભરવામાં આવે છે એટલું જ નહી, હવે બહુ આર્ટિસ્ટિક બ્યુટિફૂલ ટેટૂ ડિઝાઈન્સ બની રહી છે. જોઈએ આ નવરાત્રીમાં કઈ ટેટૂ ડિઝાઈન્સ હોટ છે.

નવરાત્રીનું સિમ્બોલિક ચિત્ર રાસ રમતા રાધા-કૃષ્ણનું ટેટૂ અને દાંડિયા રમતા સ્ત્રી-પુરુષનું ખાસ કરીને યુવતીઓ તેમની બેક પર કરાવે છે, ચણિયા-ચોળી અથવા તો કોઈ પણ બેકલેસ ડ્રેસ પહેરતી યુવતીઓ આવું ટેટૂ કરાવવાનું પસંદ કરે છે. આ ટેટૂ પરમેનન્ટ નથી હોતું. ખાસ કરીને લોકો ટેમ્પરરી જ કરાવે છે. નવરાત્રીમાં બેક પર નેક નીચે, બેકના લોઅર પાર્ટસમાં કે કમર પર છોકરીઓ નવરાત્રીમાં જ મોટાં ટેટૂ કરાવે છે એ ટેમ્પરરી હોય છે, આ ડિઝાઈનનું ટેટૂ છોકરાઓ હાથ પર, છાતી પર તેઓ ગળાની નીચેના પાર્ટમાં કરાવે છે, હાથ અને છાતી પર તેઓ ઘણી વાર આ ડિઝાઈનનું પર્મનન્ટ ટેટૂ પણ કરાવે છે.

મોર અને મોરપીંછનું ટેટૂ ખાસ કરી છોકરા અને છોકરીઓ પર્મનન્ટ કરાવે છે. નવરાત્રી માટે જ કોઈએ કરાવવું હોય તો એ ટેમ્પરરી પણ કરાવે, પરંતુ આજકાલ લોકો આ ડિઝાઈન ટેમ્પરરી કરાવવાનું વધુ પ્રિફર કરે છે. હાથ, ગાળા પર, કમર પર અને લોઅર બેકમાં આ ડિઝાઈન લોકો વધુ કરાવે છે. રાધા-કૃષ્ણ, રાસ રમતા સ્ત્રી-પુરુષ અને મોરપીંછનું ટેટૂ યંગસ્ટર્સ જ નહી, ત્રીસ વર્ષની આસપાસની મહિલાઓ પણ વધુ કરાવે છે. નવરાત્રીમાં વાંસળીની ડિઝાઈન યંગસ્ટર્સ વધુ કરાવે છે આ ઉપરાંત તેઓ અને જાતજાતના પોર્ટેટ્સ ખાસ કરીને નવરાત્રીમાં પણ બનાવે છે.