- ભક્તોની સગવડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
આધ્યાશક્તિ માં અંબાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જગવિખ્યાત એવા અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે.
નવરાત્રીના પર્વને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં આવેલ અંબાજી માતાજીના મંદિરમાં નવરાત્રીના દિવસોમાં ભકતોનું ઘોડાપુર ઉમટી પડે છે. અને ભકતો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે ભકતોની ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અંબાજી માતાજીના મંદિરે નવરાત્રી દરમિયાન આરતી અને દર્શનનો સમય બદલવામાં આવ્યો છે. ભકતોને અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે. માતાજીના દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી અને સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી કરી શકાશે. વધુમાં બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તો આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે. આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે. આસો સુદ આઠમને સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે. આસો સુદ દશમને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે. આસો સુદ પૂનમને સવારે 6 વાગ્યે આરતીનો સમય કરવામાં આવ્યો છે.