Published By:-Bhavika Sasiya
સાથેજ ભાજપે જિલ્લા સમિતિના એક આગેવાનને હાજર રહેવા આપી સૂચના…
નવરાત્રી પર્વ ની શરૂઆત તા 15ઓક્ટોબર ના રોજથી થઇ રહી છે ત્યારે પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણ ગરમાયુ છે મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ પંડાળ દીઠ અપાતી સહાય રૂ 10 હજાર થી વધારીને રૂ 70 કરી દીધી છે. આમ ટી. એમ સી. એ નવરાત્રી મહોત્સવનો રાજકીય ફાયદો લેવાનો પ્રયાસ કર્યો છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ. બંગાળમાં રાજકીય ફાયદો લેવા ભાજપે પણ જિલ્લા સમિતિઓને આદેશ આપ્યો છે કે દર એક પંડાળ દીઠ એક આગેવાને હાજર રહેવું. આમ નવરાત્રી મહોત્સવ અગાઉ રાજકીય વાતાવરણ પશ્ચિમ બંગાળમાં છવાઈ ગયું છે તેથી એમ કહેવાઈ રહ્યું છે કે ધર્મની સાથે રાજકારણનો સંબંધ ગાઢ બની રહ્યો છે.તેમ છતાં દરેક રાજકીય પક્ષ એમ જણાવી રહ્યા છે કે અમે ધર્મનો ઉપયોગ રાજકારણ અંગે કરતા નથી ત્યારે મમતા બેનર્જી પ. બંગાળમાંથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઓછી બેઠકો મળે તેવા તમામ પ્રયાસો કરી રહી છે તેના એક પ્રયાસના ભાગ રૂપે પંડાળની સહાય વધારવા માં આવી છે જયારે ભાજપે પણ આની સામે કાઉન્ટર કરતા પંડાળ દીઠ એક આગેવાન કાર્યકરની નિયુક્તિ કરી છે.