Published by: Rana kajal
દેશભરમાં પેટ ડોગ્સ લોકો માટે સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. ડોગ લવર તેના ઉછેર માટે હજારો રુપિયા ખર્ચ કરતા હોય છે. અને તેમાં પણ ખાસ કરીને તેઓને તાલીમ આપીને ડોગ શોમાં મોકલવાનો ટ્રેન્ડ દિવસે દિવસે વધ્યો છે.
જેથી નવસારી શહેરમાં ગઇકાલે આયોજિત પેટ ડોગ શોમાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી આશરે 32થી વધુ જાતિના ડોગ કાર્યકમમાં લાવવામાં આવ્યા હતા. અટલબિહારી વાજપેયી ગાર્ડન રોડ પર આવેલા પાલિકાના ગ્રાઉન્ડમાં આયોજિત પેટ શો નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા..
દર વર્ષે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગોવા, દિલ્હીથી માલિકો તેમના ડોગ્સ લઈ આવે છે. જેમાં જર્મન શેફર્ડ, કેન કોરસો, ગ્રેટ ડેન, શીત્ઝુ, પગ, ચાઉ-ચાઉ, ડોબરમેન, સાયબિરયન હસ્કી, પોમેરિયન, ફ્રેંચ બુલડોગ, બિગલ, ઈંગ્લીશ પોઈન્ટર વગેરે ડોગની પ્રજાતિનો સમાવેશ થાય છે.
ડોગની પ્રજાતિ અને તેમના કદ પ્રમાણે સ્પર્ધા યોજવામાં આવી હતી. દરેક વિભાગના પ્રથમ આવનાર ડોગ્સના માલિકને ટ્રોફઈ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સાથે જ આ પેટ ડોગ શોમાં આવેલા વેટનરી ડોક્ટરોએ ડોગ્સની શારીરિક સંભાળ અને તેના ઉછેર માટે તેના માલિકને નિશુલ્ક માહિતી આપી હતી.