Published by : Vanshika Gor
બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) છેલ્લા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. થોડાક દિવસ પહેલા અભિનેતાની પત્ની આલિયાએ તેના પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમજ એક્ટરના દુબઇ વાળા ઘરની હાઉસ હેલ્પે પણ એક વીડિયો શેર કરીને તેના પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જો કે હમણાં સુધી અભિનેતાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ હવે હવે આ મામલે અભિનેતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ‘આ કોઈ આરોપ નથી પરંતુ હું મારી લાગણી વ્યક્ત કરી રહ્યો છું.’ અભિનેતાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મારા મૌનને કારણે લોકો મને ખરાબ વ્યક્તિ સમજી રહ્યા છે, હું અત્યાર સુધી માત્ર એટલા માટે ચૂપ હતો કારણ કે મને ખબર છે કે મારા બાળકો આ બધો તમાશો ક્યાંકથી વાંચશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો અને પ્રેસ વાળા મળીને મારા આ ઘરેલું મામલાને ખૂબ એન્જોય કરી રહ્યા છે, પરંતુ તે પછી પણ હું તેના વિશે કેટલીક બાબતો રાખવા માંગુ છું.’
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘હું સૌથી પહેલા બધાને કહેવા માંગુ છું કે હું અને આલિયા ઘણા વર્ષો પહેલા અલગ થઈ ગયા હતા અને અમારા છૂટાછેડા પણ થઈ ગયા હતા, જોકે અમારી વચ્ચે અમારા બાળકોને કારણે ઘણી સમજણ હતી. શું કોઈ મને કહેશે કે મારા બાળકો છેલ્લા 45 દિવસથી શાળાએ કેમ નથી જઈ રહ્યા. મને શાળામાંથી સતત લેટર મળી રહ્યા છે કે તમારા બાળકો શાળાએ નથી આવી રહ્યા. મારા બાળકોને છેલ્લા 45 દિવસથી બંધક બનાવીને રાખવામાં આવ્યો છે અને દુબઇમાં તેમની સ્કૂલિંગ છૂટી રહી છે.
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘તેણીએ પૈસા માંગવાના બહાને બાળકોને અહીંયા બોલાવ્યા હતા, તે પહેલા છેલ્લા 4 મહિનાથી બાળકોને દુબઇમાં છોડી ગઇ હતી. બાળકોની ફીસ, મેડિકલ, ટ્રાવેલ અને બીજા કામ છોડીને તેણીને છેલ્લા 2 વર્ષમાં લગભગ 10 લાખ રૂપિયા દર મહિને આપ્યા. મારા બાળકોની સાથે દુબઇ જવાના પહેલા લગભગ 5-7 લાખ રૂપિયા દર મહિને આપવામાં આવતા હતા.’ બા
બાળકો માટે આપેલી લક્ઝુરિયસ કારને પણ તેણે વેંચી નાંખી હતી. મારા બાળકોની માતા હોવાથી મેં તેણી 3 ફિલ્મોમાં મેં કરોડો રૂપિયાનું ફાઈનાન્સ કર્યું હતું. જેથી તેને આવકની કોઈ ચિંતા ન રહે. મારા બાળકો માટે મેં મુંબઈ વર્સોવામાં દરિયાની બાજુએ ભવ્ય એપાર્ટમેન્ટ લઈ દીધું છે. દુબઈમાં પણ મેં ઘર આપ્યું હતું જેતી બાળકો સાથે તે શાંતિથી રહી શકે. પરંતુ તે પૈસાની ભૂખી છે. મારી અને મારી માતા સામે ખોટા કેસ કરી પૈસા પડાવવા માંગે છે જે તેણે ભવિષ્યમાં પણ કર્યું છે.
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે પણ મારા બાળકો રજાઓમાં ભારત આવતા ત્યારે તેઓ તેમની દાદી સાથે રહેતા હતા. કોઈ તેમને કેવી રીતે ઘરની બહાર કાઢી શકે છે. તે સમયે હું પોતે ઘરે નહોતો. તે બહાર નીકળવાનો વીડિયો કેમ નથી બનાવતી જ્યારે તે દરેક હાસ્યાસ્પદ વસ્તુનો વીડિયો બનાવી લે છે. તેણે આ નાટકમાં મારા બાળકોને ખેંચ્યા છે અને તે આ બધું મારી છબી ખરાબ કરવા માટે કરી રહી છે જેથી મારૂં કરિયર બરબાદ થઇ જાય. તેણી તેની નકામી માંગણીઓ પૂરી કરવા માટે કહી રહી છે.’