Published By:- Bhavika Sasiya
- તા.13 એપ્રિલ સુધીમાં પેન્ડીંગ પેન્ડીંગ પેન્ડીંગ બિનખેતી અરજીનો નિકાલ કરવાના આદેશ સામે સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી છે…
ખેતીની જમીનને બિનખેતી મા તબદીલ કરવા માટે તમામ પેન્ડીંગ અરજીઓનો નિર્ણય તા.13 મી એપ્રિલ સુધીમાં કરવાના હાઈકોર્ટનાં સીંગલ જજના આદેશની સામે રાજય સરકારે ડીવીઝન બેંચ સમક્ષ અપીલ કરી છે. અને એમા તાકીદની સુનાવણીની માંગ કરી હતી. મંગળવારે મુખ્ય સરકારી વકીલ તરફથી એકટીંગ ચીફ જસ્ટીસની ખંડપીઠે અઢી વાગ્યે સુનાવણીની મંજુરી આપી નહોતી અને કેસની સુનાવણી હવે બુધવારે રાખી છે. રાજય સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ એક ખુબજ અસામાન્ય પરિસ્થિતિ છે. જયાં સીંગલ જજે સોમવારે આદેશ કર્યો છે કે તા.13 મી એપ્રિલ સુધીમાં એન.એ ની તમામ પેન્ડીંગ અરજીઓનો નિર્ણય રાજયનાં તમામ કલેકટરો દ્વારા કરવામાં આવે. આ આદેશનો અમલ કરવો લગભગ અશકય છે.જો કેસમાં તાત્કાલીક સુનાવણી નહી કરવામાં આવે તો સીંગલ જજના આદેશનો અમલ નહિં કર્યો હોવાથી અવમાનનાનો કેસ પણ બની શકે. જોકે એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈની ખંડપીઠે બુધવારે કેસની સુનાવણી મુકરર કરી છે. અત્રે નોંધવું રહ્યું કે તા.15 મી એપ્રિલથી નવી જંત્રી લાગુ થવાની છે ત્યારે સીંગલ જજે એવુ નોંધ્યુ હતું કે રાજયમાં એન.એ. માટેની પેન્ડીંગ અરજીઓનો નિકાલ ન કરવાનો અર્થ એવો થાય છે કે સરકાર નવી જંત્રી લાગુ થવાનો ઈન્તેજાર કરી રહી છે જેથી કરીને તેમને વધુ રેવેન્યુ મળે.આ કેસમાં સીંગલ જજ તરીકે હાઈકોર્ટનાં જસ્ટીસ ભાર્ગવ કારીયાએ આદેશમાં નોંધ્યુ હતું કે રાજયના તમામ કલેકટરો સમક્ષ પેન્ડીંગ એન.એ.ની અરજીઓની પ્રક્રિયા સુધીમાં પૂર્ણ કરવામાં આવે આ આદેશ અંગે કલેકટરને જાણ કરવાનું પણ કોર્ટે સરકારને કહ્યું હતું.