- 1 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું
મહારાષ્ટ્રમાં એક સંયુક્ત ઓપરેશનમાં, મુંબઈ NCB અને ચેન્નાઈ NCBએ નવી મુંબઈના ઉલવે વિસ્તારમાં દરોડા પાડીને ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
આ પહેલા આસામના કરીમગંજ જિલ્લામાં પોલીસે 20 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સાથે પોલીસ દ્વારા બે તસ્કરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આ ઓપરેશન હાથ ધર્યું હતું.