Published By:-Bhavika Sasiya
ઝઘડીયા વન વિભાગની હદના વણખુટા ગામે કુદરતી હાજત માટે ગયેલા નવ વર્ષના બાળકનું દીપડાના હુમલામાં મોત નિપજ્તા પંથકમાં ભય અને દુઃખનો માહોલ સર્જાયો છે.
નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજત માટે ગયેલ નવ વર્ષના બાળકને કોઈ વન્ય પ્રાણી ખેંચી જતા તેની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકો તેમજ વન વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આ બાળક પર દીપડા દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી.
વણખુટા ગામનો સેલૈયા કુમાર નામનો નવ વર્ષીય બાળક સાંજના સમયે કુદરતી હાજત માટે ઘરથી થોડે દૂર ગયો હતો ત્યારબાદ તેના પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવતા તેની લાશ એક કિલોમીટર દૂરથી વિકૃત હાલતમાં મળી આવી હતી. ગ્રામજનો દ્વારા નેત્રંગ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બાળકના મૃતદેહને નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઝઘડિયા વન વિભાગ દ્વારા બનાવ સ્થળ પર તાત્કાલિક મારણ સાથે પીંજરું મૂકવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.