Published By:-Bhavika Sasiya
- ગુજરાતમાં નશીલા દ્રવ્યો નૉ કારોબાર વધતા કોંગ્રેસે ભાજપની રાજ્ય સરકારને સમિતિ બનાવવાની સલાહ આપી છે…
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને લઇને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, થોડા વર્ષોથી ગુજરાત ડ્રગ્સનું પ્રોસેસિંગ, કન્ઝમશન અને એક્સપોર્ટ હબ બન્યું છે.
ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં લગભગ ચાલીસ હજાર કરોડ કરતા વધારે ડ્રગ્સ પકડાયું, ગુજરાતમાં અત્યાર સુધી વિદેશથી ડ્રગ્સનું લેન્ડીંગ હબ બન્યું હતું તેનાથી આગળ વધીને પ્રોસેસીંગ હબ અને સાથે સાથે જે હકિકત અને આંકડા આવી રહ્યાં છે. ગુજરાત ડ્રગ્સના એક્સપોર્ટ માટેનું પણ હબ બને તે દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતને ડ્રગ્સનું હબ બનતું અટકાવવા માટે હાઈકોર્ટના સીટીંગ જજના નેતૃત્વમાં એક હાઈપાવર કમિટી બનાવવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તારમાં સાણંદ ખાતે ડ્રગ્સ પકડાયેલ હતું રાજ્યમાં ડ્રગ માફિયાઓ બિન્દાસ્ત ડ્રગની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા અને યુવાધનને બચાવવા સમિતિ રચવા કોંગ્રેસે રજુઆત કરી હતી.