Published By : Parul Patel
જીવના જોખમે ભારતના લોકો નાની બોટ દ્વારા નદી પાર કરી બ્રિટનમાં જવાનો પ્રયાસ કરે છે. આવા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે.
આ બાબતે વિગતે જોતા ફ્રાન્સથી નાની બોટમાં નદી પાર કરી બ્રિટન પહોંચનારા માઈગ્રન્ટ્સની સંખ્યા રોજેરોજ વિક્રમ સર્જી 872 પર પહોંચી ગઈ છે. હાલમાંજ બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 27 બોટમાં સવાર 1,295 લોકોને યુરોપીયન મુખ્ય ભૂમિ પરથી પસાર કર્યા પહેલા જ અટકાવી દેવામાં આવ્યા હતા. જે ગયા નવેમ્બરમાં 1,185 ના રોજના રેકોર્ડને વટાવી ગયા હતા. વધુમા સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટિશ કોસ્ટ ગાર્ડ દ્વારા 25 નાની બોટમાં ફ્રાન્સથી એક જ દિવસમાં 872 માઇગ્રન્ટ્સ બ્રિટન પહોંચ્યાનો આ નવો દૈનિક રેકોર્ડ છે. અત્રે નોંધવું રહ્યું કે ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અને આર્થિક પરિસ્થિતિ સારી બનાવવા ગેરકાયદેસર રીતે લોકો બ્રિટનમાં જવાનો પ્રયાસ કરતા હોય છે.