Home Bharuch નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ, નારાયણ વિદ્યાલય, ભરૂચ, દ્વારા તા.26 જુલાઈના રોજ શાળાના તેજસ્વી વિધાર્થીઓનું...

નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ, નારાયણ વિદ્યાલય, ભરૂચ, દ્વારા તા.26 જુલાઈના રોજ શાળાના તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો…

0

Published By : Parul Patel

  • શાળાના  તેજસ્વી વિધાર્થીઓનું સન્માન, ભૂતપૂર્વ  વિધાર્થીઓનો સ્નેહમિલન સમારોહ અને શાળાના જ્ઞાનોત્સવ  580 પ્રોજેકટના પુસ્તકનું પ્રદર્શન યોજવામાં આવ્યું…

https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Video-2023-07-26-at-12.50.03-PM-1.mp4

ભરૂચની, નારાયણ વિદ્યાલયમાં  તા.26 જુલાઈના રોજ  શાળાના  તેજસ્વી વિધાર્થીઓનું સન્માન, ભૂતપૂર્વ વિધાર્થીઓનો સ્નેહમિલન સમારોહ અને શાળાલા જ્ઞાનોત્સવ  580 પ્રોજેકટના પુસ્તકનું પ્રદર્શન યોજવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ જુદાં-જુદાં ક્ષેત્રોમાં પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવી રહ્યાં છે. શાળામાંથી અત્યાર સુધીમાં અંદાજિત 4000 જેટલાં વિધાર્થીઓ શિક્ષણ મેળવીને ઉચ્ચ અભ્યાસક્રમમાં આગળ વધી શ્રેષ્ઠ કારકિર્દી બનાવી છે. જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. 

આ સંમેલનમાં ચીફ ગેસ્ટ તરીકે (1) માં. ડો. રીટા માને, જેઓ બસ્તર વેલી ફાઉન્ડેશન, છત્તીસગઢ ના ડિરેક્ટર એન્ડ વાઇસ ચેરમેન, (2) માં. શ્રી. ડૉ. શૈલેન્દ્ર શેટ્ટેનવર, MD  (ફિઝિશિયન) કેન્સર રિસર્ચર, ચેરમેન બસ્તર વેલી ફાઉન્ડેશન, છત્તીસગઢ, (3) માં. શ્રી. જે. કે. શાહ મેનેજિંગ ટ્રસ્ટી એજ્યુકેશન સપોર્ટ ટ્રસ્ટ, પૂર્વ પ્રમુખ બી.ડી.એમ.એ. અને      (4) માં. શ્રી. નરેશ ઠક્કર, ડિરેક્ટર ચેનલ નર્મદા, ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.  સંમેલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વર્તમાન વિધાર્થીઓ સાથે વાતચીત કરી, તેમનામાં એક શ્રેષ્ઠ વિઝન ઉપસાવવાનું કાર્ય કર્યું. વર્તમાન વિધાર્થીમાં કારકિર્દી અંગેનું જ્ઞાન સિંચવાનું કાર્ય કરવામાં આવ્યું. આ સાથે તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. શાળાના જ્ઞાનોત્સવ  580 પ્રોજેકટના પુસ્તકનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Video-2023-07-26-at-12.51.50-PM.mp4

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ આપી શાળાએ  વિધાર્થીઓનું અને શાળાનું  ગૌરવ વધાર્યું.   ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માહિતી મુજબ 7 જેટલાં વિધાર્થીઓએ Ph.D ની પદવી પાપ્ત કરી છે. એક વિધાર્થી MD  જ્યારે 25 જેટલા વિધાર્થીઓ MBBS થયા છે.  બે વિધાર્થીની CA થઇ  અને 25 જેટલાં વિધાર્થી CA ની તૈયારી કરી રહ્યાં છે. આ ઉપરાંત 97 જેટલાં વિદ્યાર્થીઓ BAMS, BDMS, BHMS, ફિઝિયોથેરાપીસ્ટ અને B.Pharma થયા છે. જ્યારે અન્જિનિયરીંગ ક્ષેત્રે 145 જેટલા કોમ્પ્યુટર એન્જિનિયર, 187 જેટલા કેમિકલ એન્જિનિયર, 91 જેટલા EC તથા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, 137 જેટલા મિકેનિકલ એન્જિનિયર, 32 જેટલા સિવિલ એન્જિનિયર તથા 195 જેટલા જુદા જુદા ક્ષેત્રમાં BSc. થયા છે. 

અત્યાર સુધીમાં નારાયણ વિદ્યાલયએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ચાર સંમેલન યોજ્યા છે. આ વર્ષે શાળા પાંચમું સંમેલન, ચાર તબક્કામાં યોજવાનુ છે. જે પૈકીનો પથમ તબક્કો તા. 26-07-23, બીજા તબક્કો 08-09-23, ત્રીજો તબક્કો 26-12-23 તથા મહાસંમેલન સ્વરૂપે ચોથો તબક્કો તા. 26-01-24 ના રોજ યોજાનાર છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version