Published by : Rana Kajal
નિખત અને લવલીના બોરગોહાઈ બંનેએ સોમવારે રમાયેલી પોતપોતાની ફાઇનલ મેચ જીતીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કુલ 302 બોક્સરોએ 12 કેટેગરીમાં ભાગ લીધો હતો.
વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીન, ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલીના બોર્ગોહેનની સામે કોણ જીતી શકે. ભારતીય બોક્સિંગની આ બે દમદાર મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પર પ્રભુત્વ જમાવ્યું હતું. નિખત અને લવલીના બંનેએ સોમવારે રમાયેલી પોતપોતાની ફાઇનલ મેચ જીતીને ગોલ્ડ કબજે કર્યો હતો.આસામની લવલીનાએ 75 કિગ્રા વજન વર્ગમાં સર્વિસિસની અરુંધતી ચૌધરીને 5-0થી હાર આપી હતી. બીજી તરફ, 50 કિગ્રા વજન વર્ગમાં ટાઈટલ બચાવવા માટે નિખતે થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે તેની છેલ્લી મેચ 4-1થી જીતી હતી.