અમેરિકામાં નાણા મંત્રી નિર્મલા સિતારમણ, જાપાન, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, ભૂટાન, ન્યુઝીલેન્ડ, ઇજિપ્ત, જર્મની, મોરેશિયસ, સંયુક્ત આરબ અમીરાત, ઈરાન અને નેધરલેન્ડ સહિતના દેશો સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા અમેરિકાના વોશિગ્ટન પહોંચશે. આ બેઠક દરમિયાન વર્તમાન વૈશ્વિક આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમની છ દિવસની અમેરિકાની મુલાકાત દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આ સમયગાળા દરમિયાન G20 દેશના નાણા પ્રધાનો અને કેન્દ્રીય બેંકના ગવર્નરો સાથે પણ બેઠક કરશે. આ સિવાય તેઓ બિઝનેસ લીડર્સ અને રોકાણકારોને પણ મળશે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, અમેરિકા યાત્રા દરમિયાન ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) અને યુરોપિયન કમિશન તેમજ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના નેતાઓ અને વડાઓ સાથે પણ બેઠકો કરશે..