આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નીલકંઠ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કંપનીના કામદારોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.

કેમ્પમાં કંપનીના ૧૦૦ જેટલા કામદારો રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં ૧૦૦થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નીલકંઠ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન વિપુલ ગજેરા,ડાયરેક્ટર વાસુ ગજેરા અને સભ્યો તેમજ કર્મચારીઓ સહીત કુમારપાળ બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.