Published by : Rana Kajal
- વધુ એક દીપડો હોવાનું બહાર આવતા મુકાયું બીજું પાંજરૂ
- વાલિયાના જબુગામે દીપડાએ બકરીને ફાડી ખાધી
નેત્રંગ તાલુકાના ઝરણાં ગામે વન વિભાગે પાંજરે પુરેલો 18 મહિનાનો નર દીપડો ગ્રામજનો માટે જાણે સેલિબ્રિટી બની ગયો હતો.
દોઢ વર્ષના પાંજરે પુરાયેલા દીપડાને જોવા લોકોએ ઉમટી પડી મનભરીને વિડીયો ઉતારવા સાથે દીપડા સાથે સેલ્ફીઓ પણ લીધી હતી.
નેત્રંગ RFO એસ.યુ. ઘાંચીને ઝરણાં ગામે આશ્રમ ફળિયામાં રહેતા સુનિલ વસાવા તરફથી ગામમાં દીપડો ફરતો હોવાની ફરિયાદ મળી હતી. વન વિભાગે દીપડાને પકડવા પાંજરૂ ગોઠવું હતું. ગુરૂવારે દીપડો પકડાઈ જતા તેને મોરિયાણા ગામે લઈ આવી રાતે ભરૂચ ACF ની સૂચના મુજબ સલામત સ્થળે છોડી દેવાયો હતો.
ગામના સરપંચ તરફથી હજી એક દીપડો હોવાની જાણકારી અપાતા વન વિભાગે બીજી પાંજરૂ મૂક્યું છે. દરમિયાન વાલિયા તાલુકાના જાંબુ ગામે દીપડાએ મુકેશ વસાવાની બકરીને ફાડી ખાધી હોવાની ઘટના બની છે. જોકે વન વિભાગ દ્વારા હજી આ દીપડાને પકડવા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.