Published By : Parul Patel
- નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામના આદિવાસી યુવાને રશિયાની યુનિવર્સિટીમાં તબીબી ડીગ્રી મેળવી
- ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી MBBSની ડીગ્રી મેળવી તાલુકાનું નામ રોશન કર્યું
નેત્રંગ તાલુકના નાનકડા ગામ મોટા માલપોર ગામનો આદિવાસી ખેડૂત પુત્ર જયદીપ વસાવાએ રશિયાની યુનિવર્સિટીમાં MBBS ડીગ્રી મેળવી તાલુકાનું નામ રોશન કર્યું છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-21-at-11.38.22-AM-820x1024.jpeg)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકના મોટા માલપોર ગામમાં રહેતા પ્રહલાદભાઈ વસાવા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓના પત્ની ઘર કામ કરે છે. આ આદિવાસી ખેડૂતનો પુત્ર કદી મહેનત કરી રશિયાની પેનઝા સ્ટેટ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરે છે. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જે બાદ અન્ય શહેરમાં ઊચ્ચ અભ્યાસ હાંસલ કરી રશિયા ખાતે તબીબી અભ્યાસ માટે ગયા હતા. જેઓએ રશિયાની યુનિવર્સિટીમાં તબીબી ડીગ્રી મેળવી છે. આદિવાસી ખેડૂત પુત્ર ડો.જયદીપ વસાવાએ MBBS ડીગ્રી પ્રાપ્ત કરતા તેના પરિવારના સભ્યો સાથે ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સામાન્ય પરિવારના આદિવાસી યુવાને તબીબી ડીગ્રી મેળવતા સમાજમાં પણ તેની નોંધ લેવામાં આવી છે.
આદિવાસી ખેડૂત પુત્ર MBBSની ડીગ્રી મેળવતા તાલુકા સાથે જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે. જ્યારે તબીબી ડીગ્રી મેળવનાર ડો.જયદીપ વસાવાએ આ સિદ્ધિ પાછળ પોતાના માતા-પિતા અને શિક્ષિકોનો સિંહ ફાળો રહ્યો હોવા સાથે ડોકટર બન્યા બાદ સમાજની સેવા કરવાની ઈંચ્છા દર્શાવી છે.