- સરકારી ST બસમાં મુસાફરનું ખિસ્સું કતરાતા પોલીસે બસ ખુદી કાઢી
મહારાષ્ટ્રના ચોપડાથી જંબુસર ખાતે જતી ST બસમાં નેત્રંગ પાસે ચાલુ ST બસમાં ચોરીની ઘટના
ST સવારી સુરક્ષિત સવારી હવે સુરક્ષિત રહી નથી તેવો કિસ્સો સામે આવ્યો છે મહારાષ્ટ્રના ચોપડાથી ભરૂચ જીલ્લાના જંબુસર ખાતે જવા નીકળેલ ST બસ નેત્રંગ તાલુકામાં પ્રવેશ કરતા ડેડીયાપાડા બસ સ્ટેન્ડથી સવાર થયેલ શંકરભાઇ વસાવા નામના વ્યક્તિએ મુસાફરી દરમિયાન ચાલુ બસમાં બુમરાણ મચાવી મુસાફરની બુમરાણને પગલે બસના ડ્રાઇવર-કંડક્ટર ચોકી ઉઠ્યા હતા અને તેઓએ મુસાફરની પુછપરછ કરતા તેની પાસે ખિસ્સામાં રહેલા રોકડા ૨૧ હજાર કોઈક ઇસમેં ચોરી લીધા હોવાનું કહેતા ST બસના ડ્રાઇવર-કંડક્ટરે મુસાફરો સાથેની ST બસ નેત્રંગ પોલીસ મથક ખાતે લઇ ગયા હતા અને પોલીસે ત્યાં તમામ મુસાફરોની તપાસ કરતા ત્યાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને પોલીસે આખી બસ ખુદી વળ્યા હોવા છતાં કઈ હાથ લાગ્યું ન હતું અત્રે ઉલ્લેખનીય છે કે મુસાફર શંકર વસાવાએ બસનું ભાડું ચુકવવા માટે ખિસ્સામાં હાથ નાખતા તેઓનું ખિસ્સું કતરાયું હોવાનું માલુમ પડતા ચોરીની ઘટનાની તેઓને જાણ થઇ હતી.