Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateનોઈડાના બારમાં દારૂની મહેફિલ વચ્ચે રામાયણની રીમિક્સ પર ડાન્સ પાર્ટી….

નોઈડાના બારમાં દારૂની મહેફિલ વચ્ચે રામાયણની રીમિક્સ પર ડાન્સ પાર્ટી….

Published by : Rana Kajal

યુપીના નોઇડાના ગાર્ડન ગેલેરિયા મોલમાં લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ રેસ્ટો-બારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રામાનંદ સાગરના ટીવી શો રામાયણના દ્રશ્યો ચાલી રહ્યા હતા. રીમિક્સ-ક્લિપ ડ્રિંક પાર્ટીમાં સંગીત સાથે વગાડવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થતાં જ નોઈડા પોલીસે પોતે જ આ મામલે FIR નોંધી હતી.પોલીસે ગાર્ડન ગેલેરિયામાં લોર્ડ ઓફ ડ્રિંક્સ બારના કો-ઓનર અને તેમના મેનેજરની ધરપકડ કરી છે.

શ્રીરામ-રાવણ યુદ્ધના સીનનું કર્યું રીમિક્સ

દારૂની મહેફિલમાં લોકો ડાન્સ કરતા અને ગાતા જોવા મળે છે. તેમની પાછળ રામાયણ શોના શ્રી રામ-રાવણ યુદ્ધનું દૃશ્ય મોટા પડદા પર દેખાઈ રહ્યું છે. પાછળથી બંનેના ડાયલોગ આગળ-પાછળ ચલાવવામાં આવ્યા, સાથે જ ફાસ્ટ મ્યુઝિક પણ વાગતું રહ્યું.ડીસીપી નોઈડા શક્તિ અવસ્થીના જણાવ્યા અનુસાર, આ મામલે કાર્યવાહી કરતાં સેક્ટર 39 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. આ પછી કો-ઓનર માણેક અગ્રવાલ અને મેનેજર અભિષેક સોનીની ધરપકડ કરવામાં આવી છે, ત્રણેય સામે IPC કલમ 153A અને 295 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security