ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાની જેલમાં બંધ કેદીઓમાંથી 26 કેદીઓના એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું છે કે, જેલમાં શિબિર લગાવીને તપાસ થઈ તો આ ખુલાસો થયો છે. જેલ પ્રશાસને કેદીઓે સેક્ટર 30 સ્થિતિ જિલ્લા હોસ્પિટલમાં એન્ટી રેટ્રોવાયરલ થેરેપી સેન્ટરમાં સારવાર કરવાનુ શરુ કરી દીધું છે. જ્યારે રાજ્યમાં કેદીઓની વચ્ચે એચઆઈવી પોઝિટિવ હોવાનુ સામે આવ્યું હોય. આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં બારાબંકી જિલ્લાની જેલમાં પણ 22 કેદીઓ એચઆઈવી પોઝિટિવ આવ્યા હતા, ઉપરાંત બિઝનૌરની જેલમાંથી પણ કેદીઓ પોઝિટિવ આવ્યા હતા.
કેવી રીતે ફેલાય છે HIV
આ બિમારી મોટા ભાગે શારીરિક સંબંધ બાંધવાના કારણે એક શરીરથી બીજા શરીરમાં ફેલાય છે. સાથે જ કોઈ HIV પોઝિટિવ વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાયેલી સોઈ, સીરિંઝ અથવા અન્ય દવા ઈંજેક્શન ઉપકરણોથી આ વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે.