સરકારી અને અર્ધ સરકારી નોકરીઓમા વિવિધ નીયમોનું પાલન કરવું પડે છે.મળતી માહીતી મુજબ સંતાનોની સંખ્યા અંગેનાં નિયમનું પાલન કરવા અને પોતાની નોકરી બચાવવા પિતાએ તેના સંતાન ઍવી બાળકીને નહેરમાં ફેંકી દીધી હતી.
રાજસ્થાન રાજયના બિકાનેરથી લગભગ 70 કિમી દૂર જિલ્લાનું છેલ્લું ગામ દિયાતરા છે. આ એ જ માસૂમ અંશુનું ગામ છે જેને તેનાં માતા-પિતાએ કેનાલમાં ફેંકી દીધી હતી. કારણ કે પિતાને ડર હતો કે 2 થી વધુ બાળકો હોવા પર ક્યાંક તે સરકારી નોકરી ગુમાવી દેશે બાળકી જન્મ્યાં પછી એક વખત પણ તેના ઘરે આવી નથી. અંશુ 23 જાન્યુઆરીએ પહેલીવાર પોતાના ઘરે આવી રહી હતી.પરંતુ માતા-પિતાએ તેને મોતને ઘાટ ઉતારી દીધી. બાળકીનો મૃતદેહ પણ ગામમાં આવ્યો ન હતો. તેમના અંતિમ સંસ્કાર છત્તરગઢમાં જ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં તા 13 ઓક્ટોબર, 2022ના રોજ ઝંવરલાલ-ગીતાને એક પુત્રી જન્મી હતી. પરિવારના કેટલાક સભ્યો સિવાય આ વિશે કોઈને કોઇ ખબર નહતી જૉકે ગામમાં બધાને એમજ હતુ કે દીકરીનો જન્મ થયો છે, જેનું પાછી જતી રહી છે. એટલે કે જન્મ પછી તરત તેનું મૃત્યુ થયું. જો કે, ઝંવરલાલના પરિવારે આ વાતને નકારી હતી જૉકે ઝંવરલાલ શાળામાં નોકરી કરે છે. તેણે ત્યાં એફિડેવિટ આપી હતી કે તેને માત્ર બે જ બાળકો છે. 3 બાળકોમાંથી 1ને તેમણે તેમના ભાઈને દત્તક આપ્યું છે. ઝંવરલાલને ડર હતો કે જો તે નવજાત દીકરીને ઘરે લાવશે તો તે પોતાની નોકરી ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં તેને રસ્તામાં કેનાલમાં ફેંકી દીધી હતી.આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.